2.2 - અહીં ઝખ્મ ઉપરથી વીંઝાય સોટી / મુકેશ જોષી


અહીં ઝખ્મ ઉપરથી વીંઝાય સોટી
હવે મારી શ્રદ્ધાની ચાલે કસોટી

નથી કોઈ આંખો ન હો જેમાં આંસુ
વિધાતાની લખવામાં કેવી હથોટી

કયું દર્દ છે પેટમાં સહુ બરાડે
ખસી ગઈ છે જાણે સમયની પિચોટી

હશે દ્વાર એનાં સતત બંધ કારણ
તિરાડો ન જોઈ શકે કોઈ મોટી

ચલો ને પ્રણયનો દિવસ યાદ કરીએ
તમારો એ ગુસ્સો ને મારી સિસોટી


0 comments


Leave comment