2.5 - આંખમાંથી શું ઝરે છે શી ખબર / મુકેશ જોષી


આંખમાંથી શું ઝરે છે શી ખબર
જે દિવસ છોડી દીધું તારું નગર

એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર

જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર

લાગણી મારી છે આયુર્વેદ શી
એટલે મોડી તને થાશે અસર

હોત તું પથ્થર તો સારું થાત કે
હું તને પૂજી શકત પૂછ્યા વગર


0 comments


Leave comment