2.6 - ચાલ ઝાડની ખબર કાઢવા / મુકેશ જોષી


કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી
એ પંખીઓની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ડાળ તૂટી ને કેટકેટલાં પંખીનાં ઘર તૂટી ગયાં
કો’કે શું મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ઝાડ કુહાડીલાયક હો તો માણસ શેને લાયક?
તરણાંઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા


0 comments


Leave comment