2.7 - કૈંક ચોમાસાં અને વરસાદ રાધા / મુકેશ જોષી


કૈંક ચોમાસાં અને વરસાદ રાધા
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ
રોજ છેદી નાખતો જે સાદ રાધા

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા

કૃષ્ણને બહેલાવવાને આજ પણ
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા


0 comments


Leave comment