83 - રોજ એવું થાય, એવું થાય કે – / રમેશ પારેખ
રોજ એવું થાય, એવું થાય કે
આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘુ
પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી
કોઈક કંપિતા તણા
લજ્જાળુ ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્વંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું
કેડી થઈ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉં
રોમરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઈ ઓચિંતી ઊડેલી દેવ ચકલી-શો હવામાં ફરફરું...
ફરફરું.... બસ ફરફરું
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઊગે તો ય
મારા નીડમાં
ક્યારે ય ના પાછો ફરું.
આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘુ
પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી
કોઈક કંપિતા તણા
લજ્જાળુ ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્વંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું
કેડી થઈ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉં
રોમરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઈ ઓચિંતી ઊડેલી દેવ ચકલી-શો હવામાં ફરફરું...
ફરફરું.... બસ ફરફરું
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઊગે તો ય
મારા નીડમાં
ક્યારે ય ના પાછો ફરું.
0 comments
Leave comment