3 - સજા / રમેશ પારેખ


પથ્થરો વચ્ચે મળે તાતી પલળવાની સજા
જો તરસ લાગે તો આપે સૂર્ય ગળવાની સજા

એક ખીલો મેં જ મારા વક્ષમાં ધરબી દીધો,
તે સબબ થઈ છે અરીસામાં રઝળવાની સજા

ચીસ-પાકું ફળ છતાં ધારો તો ના પાડી શકો,
એ જ છે તમને તમારું ઝાડ ફળવાની સજા

પોતપોતાની છબીમાં સૌ જનમકેદી જ છે
ને મજા એવી કે નહીં ભાગી નીકળવાની સજા

કંઈક હોવાનો તો બસ આ એક દસ્તાવેજ છે
છે સતત કોઈક કાગળ જેમ બળવાની સજા

(૨૦-૦૩-૧૯૭૨ / સોમ)


0 comments


Leave comment