6 - કબૂલ નથી / રમેશ પારેખ


સજા કબૂલ, મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી

જર્દ ચહેરાઓ ભટકતી નજર કબૂલ નથી
ફૂલો વિનાનું મને કોઈ ઘર કબૂલ નથી

બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરને
કોઈ વિલંબ કે કોઈ સબર કબૂલ નથી

ચાંદ ઊગે છે હથેળીમાં તોય અંધારું
હસ્તરેખાને કોઈ પણ અસર કબૂલ નથી

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈનાં હકમાં મને પાનખર કબૂલ નથી

નથી કબૂલ હો દુ:સ્વપ્ન કોઈ આંખોમાં
કોઈ હિચકારી પીડાની ખબર કબૂલ નથી

તમારી પીડામાં રાખો કબૂલ હક મારો
કોઈ જ તક મને એના વગર કબૂલ નથી

સજા કબૂલ મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ આ ખુલ્લી કબર કબૂલ નથી

(૦૬-૦૬-૧૯૭૫ / શુક્ર)


0 comments


Leave comment