9 - આ શ્હેર છે / રમેશ પારેખ


આ શ્હેર છે તમારી ગમે તેવી ચીવટ હોય
અહીંયાં તમે જે શ્વાસ લો, તેમાંય કપટ હોય

આ હાથ જાણે સપનાંઓ જુએ છે ઊંઘમાં
સર્વત્ર સ્પર્શ થાય છતાં કંઈ ન નિકટ હોય

ભીડું છું બાથ શ્વાસના ધગધગતા સ્તંભને
ક્યારેક એ ચિરાય અને કોઈ પ્રગટ હોય

હડસેલો વાગે શ્હેરનો તતસમ વિચારમાં
નહીં તો આ હસ્તરેખાનો કાંટાળો મુગટ હોય ?

(૧૪-૧૦-૧૯૭૭ / શુક્ર)


0 comments


Leave comment