71 - આંગણે અંધાર શેનો છે ? / દિનેશ કાનાણી
આંગણે અંધાર શેનો છે ?
બોલ, આ અણસાર શેનો છે ?
આજ એની યાદ આવી છે
ના પૂછો, ઝબકાર શેનો છે !
આવો પાસે, બે ઘડી બેસો;
આટલો ઇન્કાર શેનો છે !
ટોચ પર ઊભા છે પર્વતની
ટોચ પર આધાર શેનો છે ?
શબ્દ સાથે હોઉં છું કાયમ
જાણું છું, પડકાર શેનો છે !
0 comments
Leave comment