74 - હું બળીને રાખ થાતો જાઉં છું / દિનેશ કાનાણી


હું બળીને રાખ થાતો જાઉં છું !
તોય મારાં ગીત ગાતો જાઉં છું !

તોય મારાં ગીત ગાતો જાઉં છું !
ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું !

ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું !
પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું !

પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું !
ને પળે પળ હું રૂઝાતો જાઉં છું !

ને પળે પળ હું રૂઝાતો જાઉં છું !
હું બળીને રાખ થાતો જાઉં છું !


0 comments


Leave comment