75 - ઊંઘ આવે તોય જાગે છે બધાં / દિનેશ કાનાણી


ઊંઘ આવે તોય જાગે છે બધાં,
સ્વપ્ન પાછા રોજ માગે છે બધાં.

સાવ પોલા વાંસ જેવા થઈ ગયાં,
સહેજ અડકો ત્યાં જ વાગે છે બધાં.

મન મહીં તો સાવ મેલા માનવી,
પણ રૂપાળા ખૂબ લાગે છે બધાં.

જિંદગીનું રૂપ પણ કેવું હશે ?
જઈ નિકટ ને દૂર ભાગે છે બધાં.

પૂછું છું હું જેને જેને એ કહે,
દોટ મૂકો, ક્યાંક આગે છે બધાં.


0 comments


Leave comment