81 - ખલાસીનું ગીત… / રમેશ પારેખ
જન્મભૂમિ છૂટ્યા પછી અજાણ્યા દરિયામાં આ સવાર
અને તરાપામાં
વીતેલા કાંઠાની થોડીક ખૂંખાર રેતી
અને હાથમાં અનુમાનના થોડાક પરપોટાઓ :
-કદાચ આ પવન વહી જાય છે મારી શેરીઓ ભણી....
-કદાચ મારા અભાવનાં ફૂલો ઊગ્યાં હશે ફળિયાની બોગનવેલને..
-કદાચ યાદ કરતુ હશે મને ઘર...
પાણી ની વ્યંજનામાં આ તરાપાને
જળચર બની જતો જોવાનું લખાયું હશે અહીં આંખમાં
હવે બાવળનો અર્થ સમજાય છે અહીં
દિવાસ્વપ્નમાંથી પણ ટાપુઓ ગાયબ
કોઈ વસંત આવીને ચાલી જાય ચુપચાપ
ચુપચાપ કોઈ વસંત આવીને ચાલી જાય
ને વક્ષના અભાવે દેખાય નહીં
તરાપા પર સ્થાયી શકાતું હોત સામ્રાજ્ય
તો આ દરિયાને ક્યાંક થંભાવી દેત
અહિં તો પવન સુકાઈને ખરી પડે તેવો તાપ
હવે તો દરિયાની સભાનતા જ ડૂબાવી દેશે મને
નહીં તો અનુભૂતિને કાટ વળી ગયો છે, તેવું નથી
નહીં તો હું કોઈકને ઓળખતો નથી, તેવું નથી
નહીં તો એ કટાક્ષ કરે અને
સદીઓ ગૂંચવાઈ જાય તે મને કેમ યાદ છે ?
હથેળીમાં પૂરપાટ વતન વહ્યું હશે એક દિવસ તેના ચીલાઓ ?
મારું ગામ
કોઈક દિવસ શું દરિયો હતું ?
હે ગામ,
પવન નહીં,
શું આ તું વાય છે મારા જલપ્રદેશોમાં ?
અનેક સાંજ પછી
અનેક સાંજ પછી
અનેક સાજ પછી
હાથ થાકી જશે
હલેસાં પડી જશે
એ પહેલાં અજાણ્યા દરિયામાં
મને એવું પ્રતીક્ષતું હશે કોઈ
જેમ મને કહે –
તારો પ્રવાસ અહીં પૂરો થાય છે...
-અને હું એની છાતીમાં મોં છુપાવી રડી પડું ?
અને તરાપામાં
વીતેલા કાંઠાની થોડીક ખૂંખાર રેતી
અને હાથમાં અનુમાનના થોડાક પરપોટાઓ :
-કદાચ આ પવન વહી જાય છે મારી શેરીઓ ભણી....
-કદાચ મારા અભાવનાં ફૂલો ઊગ્યાં હશે ફળિયાની બોગનવેલને..
-કદાચ યાદ કરતુ હશે મને ઘર...
પાણી ની વ્યંજનામાં આ તરાપાને
જળચર બની જતો જોવાનું લખાયું હશે અહીં આંખમાં
હવે બાવળનો અર્થ સમજાય છે અહીં
દિવાસ્વપ્નમાંથી પણ ટાપુઓ ગાયબ
કોઈ વસંત આવીને ચાલી જાય ચુપચાપ
ચુપચાપ કોઈ વસંત આવીને ચાલી જાય
ને વક્ષના અભાવે દેખાય નહીં
તરાપા પર સ્થાયી શકાતું હોત સામ્રાજ્ય
તો આ દરિયાને ક્યાંક થંભાવી દેત
અહિં તો પવન સુકાઈને ખરી પડે તેવો તાપ
હવે તો દરિયાની સભાનતા જ ડૂબાવી દેશે મને
નહીં તો અનુભૂતિને કાટ વળી ગયો છે, તેવું નથી
નહીં તો હું કોઈકને ઓળખતો નથી, તેવું નથી
નહીં તો એ કટાક્ષ કરે અને
સદીઓ ગૂંચવાઈ જાય તે મને કેમ યાદ છે ?
હથેળીમાં પૂરપાટ વતન વહ્યું હશે એક દિવસ તેના ચીલાઓ ?
મારું ગામ
કોઈક દિવસ શું દરિયો હતું ?
હે ગામ,
પવન નહીં,
શું આ તું વાય છે મારા જલપ્રદેશોમાં ?
અનેક સાંજ પછી
અનેક સાંજ પછી
અનેક સાજ પછી
હાથ થાકી જશે
હલેસાં પડી જશે
એ પહેલાં અજાણ્યા દરિયામાં
મને એવું પ્રતીક્ષતું હશે કોઈ
જેમ મને કહે –
તારો પ્રવાસ અહીં પૂરો થાય છે...
-અને હું એની છાતીમાં મોં છુપાવી રડી પડું ?
0 comments
Leave comment