83 - જિંદગીથી બસ જરા અળગા થયા / દિનેશ કાનાણી
જિંદગીથી બસ જરા અળગા થયા
રંગભૂમિના પછી પડદા થયા
કોઈએ પૂછ્યું નહીં કે ‘કેમ છો?’
તોય મનથી ના કદી કડવા થયા
વાંક, ગુનો, સાબિતી ને દાખલા
આમ જીવ્યાં તે છતાં અફવા થયા
ઋતુઓની જેમ એ મળતા રહ્યાં
પાસ આવીને વળી વહેતા થયા
સંપત્તિની બોલબાલા એમ થઈ
લાગણીની બાબતે કડકા થયા
0 comments
Leave comment