88 - ફેફસામાં દર્દ જેવું થાય છે / દિનેશ કાનાણી
ફેફસામાં દર્દ જેવું થાય છે,
તું ગમે છે, એમ ક્યાં કે’વાય છે ?
આ ઉદાસી સાંજનું એકાંત ને –
એ બધું વરસાદમાં ભીંજાય છે.
માત્ર તારા કાગળો સિવાયનું,
ક્યાં કશુંયે મારાથી વંચાય છે !
એક ઝાંખો થાય છે ઝબકાર ને,
શાશ્વતીનો અર્થ પણ બદલાય છે !
રોજ સાંજે ઘર તરફ પાછો વળું,
આમ ને આમ, જિંદગી જીવાય છે !
0 comments
Leave comment