91.2 - રાજેન્દ્ર શાહ / હરીશ મીનાશ્રુ


શિલીન્ધ્રથી ગોકળગાય રક્ષિત
(રાજેન્દ્ર શાહ)
= = = = = = = = = =
સન્નાટો આપીને સામો સાદ લઈશું
અક્ષર ભારોભાર અમે અવસાદ લઈશું

નહિ કરીએ ચૂં કે ચર્રા, નહિ ગઝલ ઉચરિયે
અષ્ટ પ્રહર અનવરત તમારી દાદ લઈશું

નિનાદિની તે નદી એમ વ્યૂત્પત્તિ સમજી
નદી નયનમાં બીડી, અનહદ નાદ લઈશું

નવા શિલીન્ધ્રે ગોકળગાય નવેલી રક્ષિત
આ વરસે પણ અમે વિકટ વરસાદ લઈશું

ચતુર્ભૂજની ચોકી પર ક્યાં હાજર કોઈ
દશે દિશાની અમે અહીં ફરિયાદ લઈશું


0 comments


Leave comment