67 - કંકણ જોતી (મુક્તક)/ ગની દહીંવાલા


એક શ્રીમંતને આવાસ ઊભી સુખ-વૈભવ
એ રીતે આજ હતી એક ભિખારણ જોતી;
જે રીતે કોઈ યુવાનીમાં બનેલી વિધવા,
હોય સૌન્દર્યવતી નારનાં કંકણ જોતી.


0 comments


Leave comment