2.10 - તું શું કરી શકે? / મુકેશ જોષી


પથરાળ જો ચ્હેરા મળે, તું શું કરી શકે?
ને આઈના તૂટી પડે, તું શું કરી શકે?

સમણાં મઢેલી રાતમાં તારા સજાવતા
એ સૂર્ય થઈ આવી ચઢે, તું શું કરી શકે?

તારી કને હો છાંયડાના સાત દરિયા, પણ
એને ફકત તડકા ફળે, તું શું કરી શકે?

જોવા મૂકે તું દોટ પ્હેલા શ્વાસથી અરે
પ્હોંચે અને પડદો પડે, તું શું કરી શકે?

ચાહે તું એને મન મૂકીને જીવથી વધુ
એ જણ બીજાનું નીકળે, તું શું કરી શકે?


0 comments


Leave comment