2.12 - કક્કો શીખું છું / મુકેશ જોષી


બાળવાચક શબ્દનો કક્કો શીખું છું
કેમ લખવો પાન પર ટહુકો શીખું છું

આગનો છું અંશ તોયે લોક પીએ
હું પ્રભાતી સૂર્યનો તડકો શીખું છું

દાવ સામે પેચની છોડી રમતને
હું હવે અડકો અને દડકો શીખું છું

મૂળ રૂપે તો હતા માટી જ જેવા
શું વીત્યું ને એ થયા ખડકો શીખું છું

આપ આલિંગન વિશે ન પ્રશ્ન પૂછો
હું હજુ તો ફૂલને અડકો શીખું છું.


0 comments


Leave comment