2.17 - ધાધીંના ધાતીંના / મુકેશ જોષી


સૂર સાથ તાલ મળે ધાધીંના ધાતીંના
એમ એનું વ્હાલ મળે ધાધીંના ધાતીંના

એક માસ મળવાનું છેટું ને આજથી
પગલામાં ચાલ મળે ધાધીંના ધાતીંના

વ્હાલપની થાપ એ મારી દે ત્યારથી
વાસંતી ફાલ મળે ધાધીંના ધાતીંના

ગમતી હથેળીઓની આંગળીઓ સ્પર્શે તો
આયખે ત્રિતાલ મળે ધાધીંના ધાતીંના


0 comments


Leave comment