24 - સોનલ, તમે….. / રમેશ પારેખ


સોનલ, તમે હાથમતીનું વ્હેણ ને અમે ઢળતા બુરજ

અલપ ઝલપ ઝાંય તમારા વ્હેણમાં ઢોળી લઈએ કંઠારની રાંગે
આવતી વેળા લથરવથર હાંફતા મારા થાકથી બરડ પંડ્યને ભાંગે

ભરડો મારી ગઢની માથે આભલું માંડે ફેણ ને ખરે ફુંફવાટે રજ
સોનલ, તમે હાથમતીનું વ્હેણ ને અમે ઢળતા બુરજ

સોનલ, તમે સોનમુખીનું ફૂલ ને અમે બળતા સૂરજ

પીળા ઘમ્મર શ્વાસમાં પીતાં તમે જેમ ઢળો એમ ઢળીએ અમે
કંઠ માં લઈ ભર બપ્પોરી કેટલી તરસ કેટલો મારો તડકો ભમે

સાંજની રુઝ્યું ઘેરતો મારી આંખમાં નીંભર ખટકે ખાલી ખેપનો ગુંબજ
સોનલ, તમે સોનમુખીનું ફૂલ ને અમે બળતા સૂરજ.


0 comments


Leave comment