3.3 - સ્વભાવ / મુકેશ જોષી


મારા અને તમારા
સ્વભાવ વચ્ચે
બસ આટલો ફરક
તમે,
વસંત આગમને વનશ્રીને વધાઈ દઈ આવો
ને હું
પાનખર ગમને આશ્વાસન...

આ વસંત જાય ને
તરત
આપણે ફેવિકોલથી
નવાં પાંદડાંઓને લેપ કરી દઈએ
તો
પાનખર શું કરી લેવાની?


0 comments


Leave comment