14 - હાથ આપણને / રમેશ પારેખ


હાથ આપણને જુઓ ત્યાં પણ નડે
શબ્દ પરથી આંગળી લપસી પડે;

એકલો પંખીવછોયો એકલો
વાવમાં આકાશનો ડૂચો સડે;

સાંભળી પગરવ હું જાગી જાઉં છું
સાપ જાણે લોહીની મેડી ચડે

જીવવાના ચિત્રને પૂરું કરો
થાકઘેર્યા શ્વાસની પીંછી વડે

આવું દર્પણમાં મરણ કોનું થયું ?
આંસુઓ જેવાં પ્રતિબિંબો પડે.

(૧૩-૧૧-૧૯૭૦ / શુક્ર)


0 comments


Leave comment