15 - ચીંધીને આંગળી (મુક્તક) / રમેશ પારેખ


ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શૂધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

(૦૪-૦૬-૧૯૭૦ / ગુરુ)


0 comments


Leave comment