17 - પ્રસંગની જ શૂન્યતા (મુક્તક) / રમેશ પારેખ


પ્રસંગની જ શૂન્યતા પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન તૂટતાં રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે

(૦૫-૦૮-૧૯૭૦ / ગુરુ)


0 comments


Leave comment