92.3 - હરિકૃષ્ણ પાઠક / હરીશ મીનાશ્રુ


ચલ મનવા તું એ જ ચાલ, જે આજ લગી છે ચાલ્યો,
છોડ ફિકર ખાટ્યો કે ખોયું- કેવું મનભર મહાલ્યો ?
ડગ ભરજે સાબૂત
પંથ છો ઉબડિયા ખાબડિયા
વાગે છે ચોઘડિયાં
(હરિકૃષ્ણ પાઠક)
= = = = = = = = = =
અમથું ડ્‌હોળ્યું અમથું ડોયું
પરપોટાથી પહેરણ ધોયું

મુઠ્‌ઠીની મંશા છે જુઠ્‌ઠી
છોડ ફિકર ખાટયો કે ખોયું

કોર્યું નામ કલેજે જાણે
ઘૂમરાતા ગરિયા પર ઘોયું

નર્યા ઓઘરાળા દર્પણ પર
શું લેપ્યું લીંપ્યું ? શું લોયું ?

તમે કશું પહેરાવી દીધું
બેડી કહું કે કહું બલોયું ?

પ્હેલેથી જો હતાં જાણતલ
શીદને ઝંખ્યું ઝાંખ્યું જોયું ?

મરૂથળ શીદ વલોવી નાખી
મનને ટીપું મૃગજળ ટોયું ?

વંઝાના હોઠે હાલરડું
કોનો છૈયો કોનું ખોયું ?


0 comments


Leave comment