51 - રાત જાય ના આગળ… / રમેશ પારેખ


મૌનથી વધુ કોઈ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ


0 comments


Leave comment