31 - ફાગણના દિવસોમાં… / રમેશ પારેખ
તારા ગણવાથી રાત પૂરી ન થાય
હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય
એકલવાયા રે સખી, ઘરના રહેવાસના એમાં આવા ને આવા ઉજાગરા
ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક, મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા
લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય
હું તો પગલે પગલે રે સાવ તૂટું
કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય
હવે એવા દિવસો કે હું જ ફૂટું
આથમતી મેર ડૂબે સૂરજ છતાં ય મારે રોમ રોમ તડકાઓ આકરા

કોડને કમાડ કદી ઘુંટેલા લાભશુભ
રાતુંચટ્ટાક હજી જાગે
ઓસરીમાં આભલાંનું તોરણ
તે કોઈ એક આવે તો કેટલાય લાગે
ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ થઈ જાતા જોયાના કાંગરા

ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક, મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા.

0 comments
Leave comment