23 - બત્તી નીચે / રમેશ પારેખ


કૈં ભીનું ક્યાં થાય છે બત્તી નીચે ?
થાંભલો ઢોળાય છે બત્તી નીચે.

ચોક વચ્ચોવચ્ચ આ ઘટના બને
કે ક્ષણો કચરાય છે બત્તી નીચે

કોઈ અફવા જેમ સૂના શહેરની
શૂન્યતા ફેલાય છે બત્તી નીચે

કઈ સફરનો થાક છે અજવાસને
કેમ પોરો ખાય છે બત્તી નીચે ?

(૦૯-૦૫-૧૯૭૧ / રવિ)


0 comments


Leave comment