24 - બે માણસોની વચ્ચે / રમેશ પારેખ


બે માણસોની વચ્ચે પરિચય છે કેટલો
પથ્થરની સાથે કાચના સંબંધ જેટલો

ખોવાયલા નગરનું પગેરું જડે નહીં
ફરતો રહું પ્રકાશ લઈ અંધ કેટલો

મારી પીડાનું ફૂલ મને ઝૂલતું રહ્યું
વિસ્તાર આવડ્યો ન મને ગંધ જેટલો

વાઝેકટમી થયેલ છે આ શબ્દ આપણા
ખૂલે છતાંય અર્થ રહે બંધ જેટલો

(૨૧-૧૨-૧૯૭૧ / મંગળ)


0 comments


Leave comment