10 - સોનલદેને લખીએ…. / રમેશ પારેખ


લાવો, લાવો, કાગળીઓ ને દોત સોનલદેને લખીએ રે
કાંઈ ટેરવામાં તલપે કપોત સોનલદેને લખીએ રે

સોનલ, અમે રે પંચાલની ભોમ રઝળતો તડકો રે
કાંઈ ઉનાળુ રણની મોઝાર ઘેંજળનો ઉફડતો રે

આવાં બળબળ અમરત આણ દઈ તમે પાયાં રે
માથે ચૈતરનું અંકાશ ને પવનના છાંયા રે

કાનસૂરિયું લટકતી ભેંકાર કે ઘરને ફળિયે રે
ઝીણે થડકે અમારી કોર્યમોર્ય અમે ટોળે વળીએ રે

વેગી વન વન ઊડતા વંટોળને વાવડ પૂછીએ રે
કેમ ભભકતા લાલ હિંગળોક થાપા લૂછીએ રે

પાદર લગમાં તો પગલાંતી ધૂળ કે રાફડાઉં બાંધે રે
સોનલ, સોનલ, આ કામરુનો દેશ કે નજરુંને આંધે રે.


0 comments


Leave comment