67 - કોઈ ચાલ્યું ગયું… / રમેશ પારેખ
ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું
શૂન્યતા ખાલી ખીંટીને ડસ્તી રહી કોઈ ચાલ્યું ગયું
છાપરું શ્વાસ રુંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું
બારીએ બારીએ ઘરનાં ટહુકાઓ બેસીને જોતાં રહ્યા
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું
બે’ક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

0 comments
Leave comment