12 - હવે આંખોનું નામ નહીં આંખો ….. / રમેશ પારેખ
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
આંખો તો મોગરાની ડાળીનું નામ
એણે શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવે રુંવામાં પડે મ્હેકતી સવાર
જયારે પાંપણની પાંદડીઓ ખૂલે
હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન
વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
દીધું ન જાય કોઈ પંખીનું નામ
એવી હોઠોમાં ઊપડતી ગ્હેક
જાણે બધું નજરાઈ જાતું ન હોય
એમ જેને જોઉ તે મ્હેક મ્હેક
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.
આંખો તો મોગરાની ડાળીનું નામ
એણે શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવે રુંવામાં પડે મ્હેકતી સવાર
જયારે પાંપણની પાંદડીઓ ખૂલે
હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન
વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
દીધું ન જાય કોઈ પંખીનું નામ
એવી હોઠોમાં ઊપડતી ગ્હેક
જાણે બધું નજરાઈ જાતું ન હોય
એમ જેને જોઉ તે મ્હેક મ્હેક
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.
0 comments
Leave comment