68 - ચશ્માંના કાચ પર… / રમેશ પારેખ
બેસે – ઊઠે પ્રભાત આ ચશ્માના કાચ પર
ને આવે – જાય રાત આ ચશ્માંના કાચ પર
આવીને સ્વપ્ન જેમ જે પાછાં વળી જતાં
રહી જાય એની વાત આ ચશ્માના કાચ પર
ઘર પાસે કંઈક થાય જો પગરવ તો ઊમટે
ઘરની બધી મિરાત આ ચશ્માના કાચ પર
સ્થિતિ, પ્રસંગ, શક્યતા, સંબંધ ધસમસે
ઝીલતો રહું પ્રપાત આ ચશ્માના કાચ પર
અડકી શકો ન એવી ક્ષિતિજોની સ્હેજમાં
થઈ જાય મુલાકાત આ ચશ્માના કાચ પર
ફૂટી જવાનાં દ્રશ્ય ને ફૂટી જવાના કાચ
ઊઠ્યો છે ઝંઝાવાત આ ચશ્માના કાચ પર
ઈશ્વરની જેમ લહેરથી ઊંચકી શકું હવે
હું સારી કાયનાત આ ચશ્માના કાચ પર
જોઈ લીધું છે, ડોકિયું દર્પણમાં મેં કરી
મારી ય છે બિછાત આ ચશ્માના કાચ પર.
ને આવે – જાય રાત આ ચશ્માંના કાચ પર
આવીને સ્વપ્ન જેમ જે પાછાં વળી જતાં
રહી જાય એની વાત આ ચશ્માના કાચ પર
ઘર પાસે કંઈક થાય જો પગરવ તો ઊમટે
ઘરની બધી મિરાત આ ચશ્માના કાચ પર
સ્થિતિ, પ્રસંગ, શક્યતા, સંબંધ ધસમસે
ઝીલતો રહું પ્રપાત આ ચશ્માના કાચ પર
અડકી શકો ન એવી ક્ષિતિજોની સ્હેજમાં
થઈ જાય મુલાકાત આ ચશ્માના કાચ પર
ફૂટી જવાનાં દ્રશ્ય ને ફૂટી જવાના કાચ
ઊઠ્યો છે ઝંઝાવાત આ ચશ્માના કાચ પર
ઈશ્વરની જેમ લહેરથી ઊંચકી શકું હવે
હું સારી કાયનાત આ ચશ્માના કાચ પર
જોઈ લીધું છે, ડોકિયું દર્પણમાં મેં કરી
મારી ય છે બિછાત આ ચશ્માના કાચ પર.
0 comments
Leave comment