63 - હવાઓ… / રમેશ પારેખ
ગજરો સુગંધોનો ઝાલી હવાઓ
ફરે હાથમાં હાથ ઘાલી હવાઓ
પગો વ્રુક્ષો ડાળે બેસી ઝુલાવે
ને મર્મરની પીવે છે પ્યાલી હવાઓ
વિચારોનાં સૂમસામ મેદાન સાથે
કરે વાત કૈં કાલી-કાલી હવાઓ
સરોવરને ઓઢી સૂતેલી લહરને
જગાડે જઈ ખાલી-ખાલી હવાઓ
કરે કાન પકડીને ઊઠ બેસ તૃણો
ને નીરખીને પાડે છે તાલી હવાઓ
એ પોતે જ દોડે છે પોતાની પાછળ
રમે એકલી સાતતાલી હવાઓ
પીળાં પર્ણની બેડીઓ રહી ખખડતી
અને આંખ આંજીને ચાલી હવાઓ.
ફરે હાથમાં હાથ ઘાલી હવાઓ
પગો વ્રુક્ષો ડાળે બેસી ઝુલાવે
ને મર્મરની પીવે છે પ્યાલી હવાઓ
વિચારોનાં સૂમસામ મેદાન સાથે
કરે વાત કૈં કાલી-કાલી હવાઓ
સરોવરને ઓઢી સૂતેલી લહરને
જગાડે જઈ ખાલી-ખાલી હવાઓ
કરે કાન પકડીને ઊઠ બેસ તૃણો
ને નીરખીને પાડે છે તાલી હવાઓ
એ પોતે જ દોડે છે પોતાની પાછળ
રમે એકલી સાતતાલી હવાઓ
પીળાં પર્ણની બેડીઓ રહી ખખડતી
અને આંખ આંજીને ચાલી હવાઓ.
0 comments
Leave comment