65 - હાથ નહીં આવે મને… / રમેશ પારેખ
હું તને બાવળ કહું કે ફૂલ : સમજાવે મને
તું પવન છે અર્થ તારો હાથ નહીં આવે મને
આવવા સાથે પ્રણયને કોઈ ક્યાં સંબંધ છે
યાદમાં પણ આવવું જો હોય તો આવે મને
આરસીમાં પણ પ્રતિબિંબોથી હોઉં છું જુદો
તો હજુ તું કોઈ સાથે કેમ સરખાવે મને
વાવવું છે પાનખરની આંખમાં પણ એક ફૂલ
કોણ છે, જે એક પગલામાં જ હંફાવે મને
ઘર હતું તે વિસ્તરીને વિશ્વ થઈ બેઠું છે અને
આંગણું પણ કોઈ રણની જેમ ભટકાવે મને
એમને માલૂમ નથી કે શું હશે મારી તરસ
આમ નહીં તો ઝાંઝવાનાં જળ ન લલચાવે મને.
તું પવન છે અર્થ તારો હાથ નહીં આવે મને
આવવા સાથે પ્રણયને કોઈ ક્યાં સંબંધ છે
યાદમાં પણ આવવું જો હોય તો આવે મને
આરસીમાં પણ પ્રતિબિંબોથી હોઉં છું જુદો
તો હજુ તું કોઈ સાથે કેમ સરખાવે મને
વાવવું છે પાનખરની આંખમાં પણ એક ફૂલ
કોણ છે, જે એક પગલામાં જ હંફાવે મને
ઘર હતું તે વિસ્તરીને વિશ્વ થઈ બેઠું છે અને
આંગણું પણ કોઈ રણની જેમ ભટકાવે મને
એમને માલૂમ નથી કે શું હશે મારી તરસ
આમ નહીં તો ઝાંઝવાનાં જળ ન લલચાવે મને.
0 comments
Leave comment