42 - ન ઊડી શકતા પંખીનું ગીત…/ રમેશ પારેખ

જાવ કહ્યે કેમ જઈશું અને આવશું કેવી રીત, કહેશો કે – આવ...
જાવ કહ્યે કેમ જઈશું અને આવશું કેવી રીત, કહેશો કે – આવ...

આભ, તું મારી ચાંચમાં ભરેલ તરણું નહીં
આભ, તું મારી પાંખનો અભાવ

કાનમાં ભરી સાંભળ્યા કરું લચતા લીલમ ઘાસની ભીનીછમ પથારી
અમથી હવા અડકેને ત્યાં સામટી રોમેરોમમાં ખૂલે લયની બારી

કોઈ તો મને ઊંચકી મારો આટલે જરાક કયાંક કરી દે ઘાવ...
જાવ કહ્યે કેમ જઈશું અને આવશું કેવી રીત, કહેશો કે – આવ...

વન, તું મારે ટૌકે ભીન્યું ઝાડવું નહીં
વન, તું મારે કંઠની સૂની વાવ

હું જ ઘટાટોપ વનને પાનેપાન રેલાઈ પડતો કદીક થઈને લીલી નીક
પડતી સવાર જોઇને પીંછે પીંછમાં હવે નભ જેવી હું ઊઘડી પડું બીક

વન, હું મારા કેટલા રે ફફડાટવછોયો ભોંય પડ્યો છું સાવ....
વન, હું મારા કેટલા રે ફફડાટવછોયો ભોંય પડ્યો છું સાવ....
જાવ કહ્યે કેમ જઈશું અને આવશું કેવી રીત, કહેશો કે – આવ...

0 comments

Leave comment