62 - યાદ… / રમેશ પારેખ
મારા જ ઘરમાં આવે મને મારા ઘરની યાદ
આવે ન આમ કોઈને કારણ વગરની યાદ
બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઈ રહી છે આમ તમારા નગરની યાદ
ચીલા મૂકી ગયાં તમે મારા વિચારમાં
તમને નથી હવે એ તમારી સફરની યાદ
ખરતી રહે છે આંગળી અક્ષર ક્ષણે ક્ષણે
આવે છે ટેરવાંને કઈ પાનખરની યાદ
શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ :
આવે છે કોઈ દીવા વગરના ઝૂમ્મરની યાદ.
આવે ન આમ કોઈને કારણ વગરની યાદ
બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઈ રહી છે આમ તમારા નગરની યાદ
ચીલા મૂકી ગયાં તમે મારા વિચારમાં
તમને નથી હવે એ તમારી સફરની યાદ
ખરતી રહે છે આંગળી અક્ષર ક્ષણે ક્ષણે
આવે છે ટેરવાંને કઈ પાનખરની યાદ
શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ :
આવે છે કોઈ દીવા વગરના ઝૂમ્મરની યાદ.
0 comments
Leave comment