48 - લાગુ પ્રવાસમાં… / રમેશ પારેખ


ઊભો છું સ્થિર તો ય હું લાગુ પ્રવાસમાં
મારાથી ગુપ્ત થાય કશું આસપાસમાં

ચડતા ઉનાળે પાણી સુકાયાં છે આંખનાં
પાણીની સાથે વાણી સુકાઈ છે પ્રાસમાં

કોઈની સાથે સાથે એ ચાલી ગયું હશે
મેદાન એજ ઘાસનું પણ ક્યાં છે ઘાસમાં

તારા જવાના માર્ગ-શી રેખાઓ રહી ગઈ
જોયાં કરું હથેળી સમયના ઉજાસમાં

ફૂલોના રંગ ભીંત થઈને મને નડ્યા
પાડી જવી’તી કેડીઓ નહીં તો સુવાસમાં

ફૂટશે જો આયનો તો પ્રતિબિંબ ક્યાં જશે
પથ્થર લઈ ઊભો છું હું એની તપાસમાં.


0 comments


Leave comment