49 - ચાંદની…/ રમેશ પારેખ
પાનને તાલી દઈ પાછી વળેલી ચાંદની
વૃક્ષ નીચે થરથરે નીચે ઢળેલી ચાંદની
ઠેક ઝરણાની લહર પરથી લહર પર મારતી
ખળખળાટોથી હરણ પેઠે છળેલી ચાંદની
પોયણી એ વાત પર સંમત હજુ થાતી નથી
આ અમાસી અંધકારો છે બળેલી ચાંદની
વૃક્ષમાં ઝૂલતા પવન સાથે કરે છે કાળક્ષય
કોઈને મળવા સમયસર નીકળેલી ચાંદની
ભાંગતી રાતે દીવાલો ધીરે ધીરે પી ગઈ
સૂના ઊંબર આજુબાજુ પીગળેલી ચાંદની
સાવ તરસ્યા તો ખજૂરીઓના પડછાયા રહ્યા
પી ગયું રણ રેતીમાં કૈં ઓગળેલી ચાંદની
એનું રસ્તામાં મને મળવું મને જ કાં સાંભરે
એમ તો દર્પણને પણ સામી મળેલી ચાંદની.
વૃક્ષ નીચે થરથરે નીચે ઢળેલી ચાંદની
ઠેક ઝરણાની લહર પરથી લહર પર મારતી
ખળખળાટોથી હરણ પેઠે છળેલી ચાંદની
પોયણી એ વાત પર સંમત હજુ થાતી નથી
આ અમાસી અંધકારો છે બળેલી ચાંદની
વૃક્ષમાં ઝૂલતા પવન સાથે કરે છે કાળક્ષય
કોઈને મળવા સમયસર નીકળેલી ચાંદની
ભાંગતી રાતે દીવાલો ધીરે ધીરે પી ગઈ
સૂના ઊંબર આજુબાજુ પીગળેલી ચાંદની
સાવ તરસ્યા તો ખજૂરીઓના પડછાયા રહ્યા
પી ગયું રણ રેતીમાં કૈં ઓગળેલી ચાંદની
એનું રસ્તામાં મને મળવું મને જ કાં સાંભરે
એમ તો દર્પણને પણ સામી મળેલી ચાંદની.
0 comments
Leave comment