18 - અંતે…… / રમેશ પારેખ


અંતે દીવાને ફૂંક મારું હું જોઈ જોઈ આથમતી રાતના ઉઘાડને

અરુંપરું અજવાળું પાંપણે ઘસાય
એનાં ઉઝરડે લોહીઝાણ રોઉં
શેતલને તીર સામસામી અમરાઈ તણી
લીલી વેરાન ભીડ જોઉં

પાંપણ ફફડે છે એના ખખડાટે પાધરીક –
પાંપણ ફફડે છે એના ખખડાટે પાધરીક દોડું છું ખોલવા કમાડને
એવું થતું કે હવે કહી નાખું લાવ
બધી છાંડીને આવી મરજાદ
નભમાં ઊડે તે નહીં હંસની કતાર
એ તો તમને હું પાડું છું સાદું

ઘરમાં આવીને રહે એ પણ કદાચ –
ઘરમાં આવીને રહે એ પણ કદાચ, આમ આવવાનું કહીએ જો પ્હાડને.


0 comments


Leave comment