59 - હોય છે… / રમેશ પારેખ
ચરણ મારાં તારા ભણી હોય છે
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે
બની જાઉં છું લોહીલુહાણ હું
સ્મૃતિને ય કેવી અણી હોય છે
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં
ક્ષણો કેટલી આપણી હોય છે
મકાનોમાં કેવળ બુલંદી નહીં
તમે શકયતા પણ ચણી હોય છે
નજર એટલે ક્ષણમાં થાકી પડે
કે સદીઓની સદીઓ ખણી હોય છે
સૂરજ આપણા સૌ ઉપર ઝળહળે
બધા સર્પ માથે મણિ હોય છે.
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે
બની જાઉં છું લોહીલુહાણ હું
સ્મૃતિને ય કેવી અણી હોય છે
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં
ક્ષણો કેટલી આપણી હોય છે
મકાનોમાં કેવળ બુલંદી નહીં
તમે શકયતા પણ ચણી હોય છે
નજર એટલે ક્ષણમાં થાકી પડે
કે સદીઓની સદીઓ ખણી હોય છે
સૂરજ આપણા સૌ ઉપર ઝળહળે
બધા સર્પ માથે મણિ હોય છે.
0 comments
Leave comment