56 - સવારસાંજ… / રમેશ પારેખ
નેવે ચડી લસરતી રહે છે સવારસાંજ
ફળિયું ભરીને ઠરતી રહે છે સવારસાંજ
રાખે છે કેદ એક ન ઊગેલી રાતને
પહોર બહાર ભરતી રહે છે સવારસાંજ
હું ખોડવા મથું છું એને કોઈ ભીંતમાં
ને હાથમાંથી સરતી રહે છે સવારસાંજ
ઝરણું ગુફા તળાવ ક્ષિતિજોની આસપાસ
ડોળની જેમ ફરતી રહે છે સવારસાંજ
વગડો ભરેલી પોઠ અહીં આવજા કરે
છિદ્રો મહીંથી ખરતી રહે છે સવારસાંજ
આંખો હવે અવાવરુ ખાબોચિયા સમી
સેવાળ થઈને તરતી રહે છે સવારસાંજ.
ફળિયું ભરીને ઠરતી રહે છે સવારસાંજ
રાખે છે કેદ એક ન ઊગેલી રાતને
પહોર બહાર ભરતી રહે છે સવારસાંજ
હું ખોડવા મથું છું એને કોઈ ભીંતમાં
ને હાથમાંથી સરતી રહે છે સવારસાંજ
ઝરણું ગુફા તળાવ ક્ષિતિજોની આસપાસ
ડોળની જેમ ફરતી રહે છે સવારસાંજ
વગડો ભરેલી પોઠ અહીં આવજા કરે
છિદ્રો મહીંથી ખરતી રહે છે સવારસાંજ
આંખો હવે અવાવરુ ખાબોચિયા સમી
સેવાળ થઈને તરતી રહે છે સવારસાંજ.
0 comments
Leave comment