73 - બને મારી પળ… / રમેશ પારેખ
પાછાં વળે વહી ચૂક્યાં છે એ જળ
સમેટાય રણ ને બને મારી પળ
તમે આવી ઊભાં રહો રૂબરૂ
તો દર્પણમાં ઊગી નીકળતાં કમળ
મને સ્વપ્નમાં તું જ દેખાય છે
કહે, શું હશે સ્વપ્નોનું ફળ
તણાઈ જતા તૃણ પેઠે મૃગો
હશે ઝાંઝવામાં ય દરિયાનું બળ
હું ચાલ્યા કરું ક્યાંય પહોંચ્યા વિના
છે રણની સફરમાં ય સુક્કાં વમળ
નહીં તો એ દરિયો નથી તે છતાં
ન શબ્દોનાં તાગી શક્યું કોઈ તળ.
સમેટાય રણ ને બને મારી પળ
તમે આવી ઊભાં રહો રૂબરૂ
તો દર્પણમાં ઊગી નીકળતાં કમળ
મને સ્વપ્નમાં તું જ દેખાય છે
કહે, શું હશે સ્વપ્નોનું ફળ
તણાઈ જતા તૃણ પેઠે મૃગો
હશે ઝાંઝવામાં ય દરિયાનું બળ
હું ચાલ્યા કરું ક્યાંય પહોંચ્યા વિના
છે રણની સફરમાં ય સુક્કાં વમળ
નહીં તો એ દરિયો નથી તે છતાં
ન શબ્દોનાં તાગી શક્યું કોઈ તળ.
0 comments
Leave comment