17 - કેમ રે સૂડો ભાળું ? / રમેશ પારેખ
ઝાડ લીલુંકુંજાર ઘટાટોપ ડાળીએ બેઠો કેમ રે સૂડો ભાળું ?

આલ્લે, ઓલ્યું આભ ઝૂકીને ઢુંકડું
મૂકે કાન કે, કિયું પાંદડું બોલે
આલ્લે, ઓલ્યો વાયરો ઊભો ખોઈ વાળીને
એમ કે, ઝીલું ફેર જો બોલે
પાનની આડશ ટૌકો લીલેવાન ઊગે એને ગીતની મશે રાળું

ઓય મા, લીલી બાંધણી કે આ સીમની
ઊડે વાસ લીલીછમ ઘેરતી મને
લીલછોયો થઈ ટૌકો હું વેરાઉં ને ભાળું
હું જ હવામાં લ્હેરાતી મને
હું ય તે મૂઈ, ક્યારથી છાનો, એ ય મારાથી બોલકો સૂડો પાળું ?

0 comments
Leave comment