16 - બારીઓ ખોલીને જોવાયું નગર / શ્યામ સાધુ
બારીઓ ખોલીને જોવાયું નગર,
બંધ ઘર જેવું જ દેખાયું નગર.
જંગલોથી દૂર જે ભાગ્યું હરણ,
એ જ આ લાગે છે રઘવાયું નગર.
કોઈ ચંચળ દોસ્તના સ્મરણો મળ્યે,
યાદ આવ્યું એક ખોવાયું નગર.
રોજ કિરણો એકલાં આવ્યાં – ગયાં,
રોજ તુલસી જેમ કરમાયું નગર.
મૌનનાં સોનાની એને શી પરખ,
આ અવાજોનું જ હેવાયું નગર.
બંધ ઘર જેવું જ દેખાયું નગર.
જંગલોથી દૂર જે ભાગ્યું હરણ,
એ જ આ લાગે છે રઘવાયું નગર.
કોઈ ચંચળ દોસ્તના સ્મરણો મળ્યે,
યાદ આવ્યું એક ખોવાયું નગર.
રોજ કિરણો એકલાં આવ્યાં – ગયાં,
રોજ તુલસી જેમ કરમાયું નગર.
મૌનનાં સોનાની એને શી પરખ,
આ અવાજોનું જ હેવાયું નગર.
0 comments
Leave comment