39 - ચકાની ગઝલ / શ્યામ સાધુ


ચકા પીપળનું પાન ખર્યું છે,
ચકા જીવન તો તૂત નર્યું છે.

ચકા નદીની પાર ટહુકા,
ચકા અહીં તો વમળ તર્યું છે.

કરીને દીવો પિતાની ફ્રેમે,
ચકે કૂળમાં નામ કર્યું છે.

ચકો, અખો ‘ને બે’ની બાંધવ,
ચકા સાચનું ખોટ ઠર્યું છે.

ચકો મરીને મહાન થાશે,
ચકે ચમેલી સમું કર્યું છે.


0 comments


Leave comment