24 - કાચ અરીસાનો તોડું’ને / શ્યામ સાધુ


કાચ અરીસાનો તોડું’ને
ચ્હેરામાં ખેતર ઊગે છે.

શબ્દો તો છે મકાઈ–પોટા,
પડઘા ધાણી જેમ ફૂટે છે.

આવળનાં ફૂલો ચૂંટ્યા પણ,
પતંગિયાઓ નામ પૂછે છે!

ઘર બાંધી ઇટોનાં રોડે,
આરસની તક્તિ મૂકે છે.

વરસોના માળેથી જાણે,
દિવસોનાં પંખી ઊડે છે !


0 comments


Leave comment