23 - કમળ જેવું કશુંક વાવી દીધું છે / શ્યામ સાધુ
કમળ જેવું કશુંક વાવી દીધું છે,
નર્યા રણનેય છલકાવી દીધું છે.
પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.
નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.
તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌન બહેલાવી દીધું છે.
પ્રવાસી હું ય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.
નર્યા રણનેય છલકાવી દીધું છે.
પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.
નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.
તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌન બહેલાવી દીધું છે.
પ્રવાસી હું ય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.
0 comments
Leave comment