32 - આંખ મીંચું કે અજબ બદલાઊં છું / શ્યામ સાધુ
આંખ મીંચું કે અજબ બદલાઊં છું,
હું નથી હોતો બીજો દેખાઊં છું.
કામના જાણે કે બીજી કાંચળી,
પ્હેરતાં ઉતારતાં વરખાઊં છું.
શબ્દ તો શૂરવીર બત્રીશ-લક્ષણો,
શી કમી છે, કેમ હું મૂંઝાઊં છું.
કો’ક પારેવા સમું ઘૂઘવી જતાં,
હું કુંવારી વાવ શો ભીંજાઊં છું.
આજ ઘરના ટોડલા લીલા થશે,
આજ પાછા ગીત તારા ગાઊં છું.
હું નથી હોતો બીજો દેખાઊં છું.
કામના જાણે કે બીજી કાંચળી,
પ્હેરતાં ઉતારતાં વરખાઊં છું.
શબ્દ તો શૂરવીર બત્રીશ-લક્ષણો,
શી કમી છે, કેમ હું મૂંઝાઊં છું.
કો’ક પારેવા સમું ઘૂઘવી જતાં,
હું કુંવારી વાવ શો ભીંજાઊં છું.
આજ ઘરના ટોડલા લીલા થશે,
આજ પાછા ગીત તારા ગાઊં છું.
0 comments
Leave comment