37 - પત્ર આપે પળ તણો વાંચ્યો હશે / શ્યામ સાધુ
પત્ર આપે પળ તણો વાંચ્યો હશે,
બંધ મૂઠ્ઠીમાં સમય રાખ્યો હશે.
આપનો આપ્યો અજંપો શી ખબર,
વાંસળીનો સૂર થઈ વાગ્યો હશે.
રાત-અધરાતે હજી ટહુક્યા કરે,
મોર મનનો કેટલું નાચ્યો હશે !
ગંધનો દરિયો છલે છે શ્વાસમાં,
ફૂલ શો ઉત્તર તમે આપ્યો હશે.
સાચવી કોમળ પળોની ઝંખના,
સાંભળ્યું છે: પ્રાણ પણ થાક્યો હશે.
બંધ મૂઠ્ઠીમાં સમય રાખ્યો હશે.
આપનો આપ્યો અજંપો શી ખબર,
વાંસળીનો સૂર થઈ વાગ્યો હશે.
રાત-અધરાતે હજી ટહુક્યા કરે,
મોર મનનો કેટલું નાચ્યો હશે !
ગંધનો દરિયો છલે છે શ્વાસમાં,
ફૂલ શો ઉત્તર તમે આપ્યો હશે.
સાચવી કોમળ પળોની ઝંખના,
સાંભળ્યું છે: પ્રાણ પણ થાક્યો હશે.
0 comments
Leave comment